News All Around the World.

અમદાવાદમાં પ્રયોગાત્મક નાટક “કન્વિન્સડ-ક્મ્પ્લશન” .
( પિતામહ થિયેટર ગ્રુપ ધ્વારા ) નાટકનો ચોથો પ્રયોગ કરવામાં આવ્યો

Spread the love

Share with:


પિતામહ થીયેટર ગ્રુપ ૨૦૧૩ થી કાર્યરત છે , ગ્રુપ ધ્વારા ૫૦ થી વધારે નાટ્ય પ્રયોગો કરવામાં આવ્યા છે . તેના founder member સત્યેન્દ્રસિંહ પરમાર છે , જેઓ એ નાટ્યમાં માસ્ટરડીગ્રી કરી છે , અને તેઓ ગુજરાતનાં નાટ્ય જગતનાં નામાંકિત દિગ્દર્શક છે . પિતામહ પ્રયોગાત્મક નાટકો કરવામાં માને છે અને તેઓ physical થીયેટરનાં પેર્ફોર્મંસ કરે છે . પિતામહ ધ્વારા ચિનુ મોદી , ઝવેરચંદ મેઘાણી , પન્નાલાલ પટેલ , મધુ રાય વગેરે નાટ્ય લેખકોના સફળ નાટ્ય પ્રયોગ કાર્ય છે . પિતામહએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઘણા એવોર્ડ પ્રાપ્ત કાર્ય છે . અશ્વથામા , પરસાઈ કી પાઠશાલા, નાવિક . કન્વીન્સડ ક્મ્પલ્શન , કૃષ્ણલીલા , સિધાર્થ વગેરે સફળ નાટકો રહા છે . થીયેટર ગ્રુપ ધ્વારા અભિનયની વર્કશોપ પણ કરવામાં આવે છે .
IPL ફાઈનલની બોલબાલાની વચ્ચે અમદાવાદમાં માણવામાં આવ્યું એક પ્રયોગાત્મક નાટક “કન્વીન્સડ-ક્મ્પ્લશન” .
અમદાવાનાં એવા પ્રખ્યાત પીતામાહ થીયેટર ગ્રુપ ધ્વારા તારીખ ૨૯/૦૫/૨૨/ નાં રોજ નાટક કોન્વીન્સડ ક્મ્પ્લશનનો ચોથો પ્રયોગ કરવામાં આવ્યો. ચિનુ મોદી લિખિત અને પ્રો. શ્રી સત્યેન્દ્રસિંહ પરમાર ધ્વારા દિગ્દર્શિત આ નાટક માનવ મનના પડળોમાં છુપાયેલી કેટલીક ઇચ્છાઓ , મહત્વાકાંક્ષાઓ જે ક્યારેક બહાર આવતી નથી તો ક્યારેક ધરબાયેલી રહેતી હોય છે , એવા વિષય પર આધારિત હતું . જે સફળ રીતે રજુ થયું અને માણવામાં આવ્યું .
કલાકારો : આયુષ સોની , હર્ષ ધકાણ, યાજ્ઞિક રાવલ અને કવન પરમાર.

સરસ્વતીચંદ્ર આચાર્ય