News All Around the World.

અમેરિકા સ્થિત ગુજરાતી સર્જક રાજુલ કૌશિક

Spread the love

Share with:


(સરસ્વતીચંદ્ર આચાર્ય દ્વારા, મોબાઇલ +91 9898327026 )

માતા- ડૉક્ટર ઈન્દુબેન નાણાવટી અને
પિતા- શશિકાંત નાણાવટીના સુપુત્રી ‘હેલો ગુજરાત’ સાથે વાત કરતા કહે છે,

“મારા વિશે કંઈ પણ કહેતા પહેલા એક વાત નિશ્ચિતપણે કહીશ કે આ જે કંઈ લેખન પ્રવૃત્તિ કરી રહી છું એ મારા પપ્પા સ્વ.શ્રી શશિકાંત નાણાવટી તરફથી વારસામાં મળેલા આશીર્વાદ હોઈ શકે. તેઓ નામી પત્રકાર, વિવેચક, સમીક્ષક તરીકે ગુજરાત સમાચાર- ચિત્રલોક જેવા અખબારી આલમમાં ખ્યાતિ પામ્યા હતા. રંગભૂમિને અનુલક્ષીને એમની પ્રવૃત્તિ અને એમણે કરેલા નાટ્ય રૂપાંતર આજે પણ રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો માટે સન્માનીય સંભારણાં છે.

મમ્મી ડૉક્ટર ઈન્દુબેન નાણાવટી જનરલ પ્રેક્ટિશનર હતાં.

૨૦૦૫થી દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગથી મેં લેખનની શરૂઆત કરી

મંગળવાર-માધુરિમામાં કવર સ્ટોરી /
બુધવાર-કળશ (માનુષીમાં) મહિલા પ્રતિભા પર ઇન્ટરવ્યૂ બેઝ લેખ.
શનિવાર – ફિલ્મ રિવ્યુ.
રવિવાર–યાત્રા-પ્રવાસ .
નવગુજરાત સમય ,ફીલિંગ મૅગેઝિન , પ્રતિલિપિમાં પ્રવાસ વર્ણન તથા અમેરિકાની મહિલા પ્રતિભા ઓળખ પર લેખ આપ્યા.
ગુજરાત ન્યૂઝલાઈન કેનેડામાં ૨૦૧૦થી ફિલ્મ રિવ્યુ આપ્યા અને વર્તમાનમાં ‘હકારાત્મક અભિગમ’ પર લેખ પ્રકાશિત થઈ રહ્યા છે.

‘ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદ’માં ‘સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ પર લખેલા લેખ પ્રકાશિત થઈ રહ્યા છે.

નમસ્કાર ગુજરાત/ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ , ગરવી ગુજરાત-લંડન, ગુજરાત દર્પણ -ન્યુ જર્સી, શરૂઆત ( ઈન્ડિયા/ ગુજરાત)માં લેખ અને વાર્તાઓ પ્રસિદ્ધ થાય છે.

છેલ્લા કેટલાક સમયથી સાહિત્યને લગતી વિવિધ પ્રવૃત્તિ સાથે સંલગ્નતા રહી છે- જેમકે હ્યુસ્ટનની સાહિત્ય સરિતા સાથે સહિયારા સર્જન/ બહુલેખી લેખકો દ્વારા લખાતી નવલકથામાં પણ એક લેખક તરીકે જોડાઈ.

કેલિફોર્નિયા- બે એરિઆની સાહિત્યિક પ્રવૃત્તિ- ‘બેઠક- શબ્દોના સર્જન’ સાથે ૨૦૧૫થી જોડાઈ. ૨૦૧૮ના વર્ષ દરમ્યાન પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કરતા ‘હકારાત્મક અભિગમ’ પર સળંગ ૫૧ લેખ આપ્યા જે ઈવિદ્યાલય પર મૂકાયા છે અને હાલમાં કેનેડાના -ગુજરાત ન્યૂઝલાઈન અને વેબ ગુર્જરીમાં પ્રસિદ્ધ થાય છે. ૨૦૧૯માં ‘કવિતા શબ્દોની સરિતા’ નામથી ૫૧ લેખ લખ્યા અને ૨૦૨૦માં “ સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ” લેખમાળામાં અવિનાશ વ્યાસ પર ૫૧ લેખ પૂર્ણ કર્યા. વર્તમાનમાં ‘બેઠક- શબ્દોના સર્જન’ માટે ભારતના સુપ્રસિદ્ધ લેખકોની ટુંકી વાર્તાઓના અનુવાદ કરું છું.

૨૦૧૮ જાન્યુઆરીથી શરૂ કરેલી ચાર મુખ્ય લેખક (જુગલકિશોર વ્યાસ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ, રાજુલ કૌશિક) દ્વારા લિખિત ૫૬ ભોગની પત્રાવળી ૨૦૧૯માં ‘પત્રોત્સવ’ નામથી સંપન્ન થઈ.

૨૦૨૧ના આ વર્ષ દરમ્યાન અંગત ભાવોને આલેખતી ડાયરીને ‘નીત્યનીશી’ના નામથી પાંચ મુખ્ય લેખક ( જુગલકિશોર વ્યાસ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા રાહુલ, નયના પટેલ, રાજુલ કૌશિક) દ્વારા ફેસબુકના માધ્યમે આલેખી રહ્યાં છીએ.
માતૃભારતી, પ્રતિલિપિ, સ્ટોરી મિરર ઉપરાંત ક્રિયેટસ્પેસ પર વાર્તાઓ તેમજ અન્ય લેખો પ્રસિદ્ધ થયા છે.
પ્રસિદ્ધ કૃતિ – સ્વ લિખિત નવલકથા- “છિન્ન”-

“એષા ખુલ્લી કિતાબ” અને “આન્યા મૃણાલ” (સહલેખક -વિજય શાહ હ્યુસ્ટન)

  • કેલિફોર્નિયામાં બેઠક ના ઉપક્રમે છિન્ન અને એષા ખુલ્લી કિતાબ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
  • ૨૦૨૦થી વેબ ગુર્જરીમાં ગદ્ય વિભાગનું સંચાલન સંભાળુ છું.

-મારા બ્લોગ ‘રાજુલનું મનોજગત’ -http://www.rajul54.wordpress.com પર વાર્તા, નવલિકા, લઘુ નવલકથા તેમજ, હકારાત્મક અભિગમ, કવિતા શબ્દોની સરિતા, પત્રાવળી, પ્રવાસ વર્ણન, સદાબહાર સૂર, ફિલ્મ રિવ્યુ જેવા વિવિધ લેખો દસ અલગ અલગ કેટેગરીમાં મૂકાયા છે.
આદર્શ અમદાવાદની પત્રિકામાં પ્રસિદ્ધ લેખ “ચિંતનકણિકા” જે ‘સંવર્ધન માતૃભાષાનું’ ગ્રંથમાં સમાવેશ પામ્યા છે.

૨૦૦૬થી અમારી અમેરિકા આવનજાવન શરૂ થઈ અને ૨૦૧૦માં ગ્રીનકાર્ડ અને ત્યારબાદ અમેરિકન સિટિઝનશીપ મળી ત્યારથી અમેરિકા સ્થાયી થયાં છે.

  • ૨૫ ઑક્ટોબર ૨૦૨૦- દશેરાના દિવસથી અતિ પ્રચલિત અને લોકપ્રિય એવા ફેસબુકના માધ્યમ થકી એક નવા અભિગમ સાથે અમે- ( રાજુલ કૌશિક અને કૌશિક શાહ) ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ નામથી એક ગ્રૂપ શરૂ કર્યું જેમાં દેશ વિદેશના લેખકો, કવિઓ, ગઝલકારોને પ્લેટફોર્મ આપવાનો યથા શક્તિ પ્રયાસ કરી રહ્યાં છીએ.

-આજે આ ગ્રૂપ સાથે ૬૬૦૦ માનવંતા સભ્યો જોડાયાં છે.

અમારા ગ્રૂપના સભ્યોના લેખનને વિવિધ અખબારોમાં સ્થાન મળે એવો અમારો સક્રિય પ્રયાસ રહ્યો છે.

Blog : http://www.rajul54.wordpress.com

Address- 35 Lamplighter Drive Shrewsbury 01545 MA USA.

Contact Number
Rajul +1 508 581 0342

Kaushik- +1 508 581 0321

E mail-
Rajul Kaushik – trajul54@yahoo.com

Kaushik Shah- knshah51@yahoo.com