મહેસાણા માં ગંજબજારની નજીક આવેલી 27 સોસાયટીઓના રહીશોએ લાંબા સમયથી સમસ્યાઓનુ નિરાકરણ ન આવતાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનરો લગાવ્યા છે. ગંજબજારની પાછળ આવેલી સોસાયટીઓના વણઉકલ્યા કામોને લઇને ચૂંટણી પહેલા બેનર યુધ્ધ.સોસાયટીના મુખ્ય ઝાંપા ઉપર તો કોઇએ પોતાના મકાન ઉપર બેનર લગાવી રાજકીય પક્ષોનો વિરોધ શરૂ કર્યો છે.