Share this:
અમદાવાદના રસ્તા પર દેખાતા કચરાના ઢગલા ખુદ કોર્પોરેશનની ગાડીઓ ઠલવે છે.શહેરમાં સફાઈકર્મીઓ પોતાના વારસાઇ હક માટે છેલ્લા 4 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. આજે પાંચમા દિવસે પણ હડતાલ યથાવત રહી છે. ગઇકાલે શનિવારે હડતાલના ચોથા દિવસે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટીમાં કચરો એકત્રિત થયેલો જોવા મળ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં કોર્પોરેશનનો ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડી દ્વારા રોડ પર કચરો ઠલાવવામાં આવ્યો હતો.