News All Around the World.

સૃષ્ટિ અરૂણકુમાર સોમૈયાનું હેલો ગુજરાત વૂમન્સ એવોર્ડથી સન્માન

Spread the love

Share with:


વાચન, કાવ્ય-લેખન, ડ્રોઈંગ, કૂકિંગ, ડાન્સિગ, મ્યુઝિક, ટ્રાવેલિગ જેવી હોબીઝ ધરાવતા સૃષ્ટી અરુણકુમાર સોમૈયાનું હેલો ગુજરાત વૂમન્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે બેચરલ ઓફ ફિઝિયોથેરપીનો અભ્યાસ કરેલો છે.
આ ઉપરાંત ગરીબ, અનાથ, બિમાર, અપંગ, વૃદ્ધ લોકોની એમની જરૂરિયાત મુજબની સેવા તેમજ સહાય કરવામાં તેમની વિશેષ રૂચિ છે. લોકોને ફિજીયોથેરપીથી મળતા ફાયદાઓથી તેઓ અવગત કરાવતા રહ્યા છે તેમજ જરૂર પડે તો નિ:શુલ્ક સેવા આપે છે.

તેમની મુખ્ય ઉપલબ્ધિઓ છે ગવર્નમેન્ટ કેમ્પેઈનમાં સક્રિય હિસ્સેદારી, ફિઝિયોથેરપી રિલેટેડ પ્રોજેક્ટ તેમજ વર્કશોપમાં સક્રિય સહભાગીતા.
તેમણે મેડિકલ ફિલ્ડમાં નવી નવી ટેક્નોલોજીની માહિતી મેળવવાની સાથોસાથ આવશ્યકતા મુજબ તેનાં સફળ પ્રયોગો કરેલ છે.

ભવિષ્યમાં માસ્ટર ડિગ્રી માટે કેનેડા અથવા લંડન જઇ ન્યૂરોલોજી અથવા કાર્ડિયોવાસ્ક્યુલરમાં માસ્ટર ડિગ્રી મેળવવાની તેમની ઇચ્છા છે..

અવોર્ડ પ્રાપ્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે દરેક સ્ત્રીઓ એ સ્વનિર્ભર બની, પોતે જ પોતાનાં સપનાઓ સાકાર કરવા જોઇએ.
આજની નારી અબળા નહીં પણ સબળા છે. નારી સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા કદાપિ નથી.
સ્વતંત્રતા મતલબ પારિવારિક, સામાજીક, રાજકીય, આર્થિક, વૈચારિક તેમજ જાહેર ક્ષેત્રોમાં સ્ત્રીને મળતી સ્વતંત્રતા કે જ્યાં તે મુક્ત મનથી પોતાનો મત વ્યક્ત કરી શકે. સ્વતંત્રતાનો અર્થ પોતાનાં પરિવાર પ્રત્યે બેદરકારી બિલકુલ નથી.
નારી સ્વાતંત્ર્યનાં નામે કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીથી પલાયન બિલકુલ ન હોવું જોઈએ.
સ્ત્રી પોતાની કેરિયર માં ભલે ગમે એટલી તરક્કી કરે, ગગનવ્યાપી બને પણ પોતાના પગ તો જમીન સાથે જ જોડાયેલા હોવા જોઈએ.
અભ્યાસર્થે અથવા કેરિયર માટે વિદેશ-વસવાટ કરવો પડે તો પણ આપણાં મૂળ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિને કદાપિ વિસરવી ન જોઈએ.
સ્રી અને પુરૂષ સંસાર-રથના બે પૈડા છે, બન્નેનું યોગ્ય સંતુલન તેમજ સાયુજ્ય સ્વસ્થ સમાજની રચના કરી શકશે.

‘હેલો ગુજરાત’ના ફાઉન્ડર શ્રી સરસ્વતીચંદ્ર આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું કે દર વર્ષે મહિલા દિવસે વિવિધ ક્ષેત્રના નારી રત્નોનું અમે સન્માન કરીએ છીએ. સમાજમાં વિવિધ સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવતી શોર્ટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મો પ્રસ્તુત કરતા અમદાવાદ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરીએ છીએ. વિશ્વ પુરુષ દિવસે સજ્જનોને સન્માનિત કરીએ છીએ. આવી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે કોઇ પણ અમારો સંપર્ક ઇમેલ hellogujarataward@gmail.com પર કરી શકે છે.