News All Around the World.

૫ જૂન ૨૦૨૧ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ….

Spread the love

Share with:


અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત અનુરોધ છે કે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી આ દિવસની તકને રૂડા પુનિત અવસરમાં ઉજવણી કરીએ તેમજ અન્ય સૌ મિત્રો પરિચિતોને પ્રેરણા આપી પ્રેરિત કરી વૃક્ષ વાવવા અનુરોધ કરી પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ગાયત્રી પરિવાર અમદાવાદની વિવિધ શાખાઓ ચલાવી રહી છે તેમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો પણ ભાગ લેશે

અને આપ સૌ પણ જોડાઈ આંગણી ચિધ્યાનું પૂણ્ય કમાઓ, આપણે કોરોના મહામારીમાં હવા-ઑક્સિજન મેળવવા વલખાં મારવાંની દુઃખદાયી સ્થિતિ જોઈ ભવિષ્યની પેઢીના હિતાર્થે વિના મૂલ્યે ઑક્સિજન આપતા વૃક્ષો આવો વાવીએ અને તેના જતન ઉછેર ની જવાબદારી નિભાવીએ જન્મદિવસ, લગ્નતિથિ, સ્વજનો ની પૂણ્ય તિથિ નિમિત્તે લીમડો, આંબો,વડ,પીપળ,બીલી,તેમજ આર્યુવેદિક ઔષધીય ગુણો ધરાવતા આંબળા,નગોડ, તુલસી,પારિજત જેવા છોડ-વૃક્ષો ઘર આંગણે ઉછેરીને ઉપકાર કરીએ આશીર્વાદ મેળવવીએ 🙏🌹